Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નગરપાલિકાનું સરદાર શોપિંગ સેન્ટર જર્જરીત હાલતમાં,ફરી એકવાર સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી

નગરપાલિકા જર્જરીત ઇમારત મુદ્દે રહીશોને નોટીસ ફટકારી રહી છે પરંતુ નગરપાલિકાના તાબા હેઠળ રહેલ સરદાર શોપિંગ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું

X

ભરૂર નગરપાલિકા જર્જરીત ઇમારત મુદ્દે રહીશોને નોટીસ ફટકારી રહી છે પરંતુ નગરપાલિકાના તાબા હેઠળ રહેલ સરદાર શોપિંગ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું ત્યારે આજે ફરી એકવાર સ્લેબનો કેટલોક ભાગ ધરાશયી થવાની ઘટના બની હતી

ભરૂચ નગરપાલિકાનાતાબા હેઠળ રહેલા શક્તિનાથ વિસ્તારનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત અને બિસ્માર બની ગયું છે.આ શોપિંગ સેન્ટરમાં મોટા પ્રમાણમાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે.ઇમારતના કેટલાય સ્થળોએ કોંક્રિટના સ્લેબના પોપડા પણ પડી રહ્યા છે જેના કારણે ટ્યુશનમાં આવતા વિદ્યાર્થીઓના જીવનું જોખમ પણ ઊભું થયું છે.આજે રવિવારના દિવસે ફરી એકવાર સ્લેબનો કેટલોક ભાગ ધરાશઈ થઈ ગયો હતો પરંતુ ટ્યુશન ક્લાસીસ બંધ હોવાના આકારને મોટી હોનારત થતા અટકી હતી.આ જ શોપિંગ સેન્ટરના પગથિયાઓ પણ અત્યંત જર્જરિત બની ગયા છે અને કેટલાય પગથિયાં તૂટી પણ ગયા છે.શોપિંગ સેન્ટરની મરામત માટે સવા કરોડ રૂપિયાની મંજૂરી પણ મળી હતી પરંતુ જર્જરીત બની ગયેલા શોપિંગ સેન્ટરની મરામત માટેનું મુહૂર્ત ન નીકળતું હોવાના કારણે વેપારીઓ પણ જીવના જોખમે વેપાર કરી રહ્યા છે અને વહેલી તકે સમારકામની માંગ કરી રહ્યા છે.

Next Story