ભરૂચ: નગરપાલિકા દ્વારા 54 કર્મચારીઓને કાયમી કરાયા, MLA રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

ભરૂચ નગર સેવા સદનમાં ફરજ બજાવતા 54 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા હતા. તેઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નિમણૂક પ તરો એનાયત કરવામાં આવ્યા હતા

New Update
ભરૂચ: નગરપાલિકા દ્વારા 54 કર્મચારીઓને કાયમી કરાયા, MLA રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

ભરૂચ નગપાલિકાના મહેકમ પત્રકે સફાઈ કર્મચારીની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે મંજુરી મળતા આજરોજ સરકારના હુકમથી વર્ષોથી નગરપાલિકામાં ફિક્સ પગાર પર ફરજ બજવતા 64 કર્મચારીઓ માંથી 54 જેટલા કર્મચારીઓને કાયમી નિમણુંક હુકમનો પત્ર એનાયત કરતો કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,ઉપપ્રમુખ નિનાબા યાદવ,પૂર્વ પ્રમુખ સુરભી તબાકુવાલા સહિતના આગેવાનો અને નગર સેવા સદનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories