/connect-gujarat/media/post_banners/929dcfaee588f5bd912c1ba868c0c1e2bf9bb0afeae197a0f7c0faa90d4c987c.jpg)
ભરૂચના જંબુસર પંથકના એક ગામની સગીરા પર ગામના જ યુવાને લગ્નની લાલચે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેતા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક 15 વર્ષીય સગીરા પર ગામના જ 31 વર્ષીય દિનેશભાઈ વેણીભાઈ રાઠોડ નામના નરાધમે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
સગીરાના માતા પિતા ન હોય અને તે સગીરા પોતાના પરિવારને ત્યાં રહેતી હોય જેનો લાભ લઈ નરાધમે સગીરાને પટાવી ફોસલાવી અવારનવાર દુષ્કર્મમ આચર્યું હતુ.આ અંગે હોસ્પિટલમાં ચેકઅપ કરાવાતા સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર ઘટનામાં સગીરાના ભાઈએ કાવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે