Connect Gujarat
ભરૂચ

ભરૂચ-નર્મદા અને દક્ષિણ ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે નેત્રંગ બન્યું એપી સેન્ટર, રૂ. 37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત...

કુલ રૂ.૧૦,૩૯,૧૨૦ રૂપિયા મુદ્દામાલ સાથે હેરાફેરી કરનાર બે ઈસમોને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.

ભરૂચ-નર્મદા અને દક્ષિણ ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે નેત્રંગ બન્યું એપી સેન્ટર, રૂ. 37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત...
X

ભરૂચ અને નર્મદા જીલ્લા અને દક્ષિણ ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે ભરૂચ જિલ્લાનું નેત્રંગ જાણે એપી સેન્ટર બન્યું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે પોલીસે નેત્રંગ ચાર રસ્તા અને થવા ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં બે લકઝરીયસ કાર જેની કિંમત ૩૩,૦૦, ૦૦૦ લાખ રૂપિયા, પાંચ નંગ મોબાઈલ જેની કિંમત ૨૦,૫૦૦ રૂપિયા મળી કુલ કિંમત ૩૭,૭૪,૭૨૦ રૂપિયાનો મુદામાલ સાથે પાંચ ખેપિયાઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ચાર ફરાર થઈ જતાં તેઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એન.વાઘેલા, હે.કો વિજયસિંહ મોરી અને પો.કર્મી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એક સિલ્વર કલરની અરટીગા કાર નંબર જીજે-૧૫-સીએચ-૮૪૧૫માં બે ઇસમો વિદેશી દારૂનો જથ્થો લઈ મહારાષ્ટ્ર તરફથી ડેડીયાપાડા થઈ નેત્રંગ તરફ આવે છે, અને હાલ થવા ચેકપોસ્ટ પાસ કરેલ છે, તેવી બાતમીના આધારે નેત્રંગ ચાર રસ્તા ઉપર પોલીસે વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ-૩૯૮ જેની કિંમત રૂ. ૨,૩૯,૧૨૦ તેમજ બે નંગ મોબાઇલ જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ તો અરટીગા કાર કિંમત ૮,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૦,૩૯,૧૨૦ રૂપિયા મુદ્દામાલ સાથે હેરાફેરી કરનાર બે ઈસમોને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.

તો બીજી તરફ, ડેડીયાપાડાથી નેત્રંગ તરફ એક સફેદ કલરની સ્કોડા કાર નંબર એમએચ-૦૪-ઇએચ-૫૧૫૦માં વિદેશી દારૂનો જથ્થો લઈ કેટલાક ઇસમો આવી રહ્યા હોવાની પોલીસને બાતમી મળતા થવા ચેકપોસ્ટ ઉપર પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કારણે થોભાવી હતી, જ્યાં કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ ૧૪૯૩, બિયર ટીન નંગ ૮૫ મળી કુલ બોટલ નંગ ૧૫૭૮ જેની કિંમત ૧,૮૮,૧૦૦ રૂપિયા અને 3 નંગ મોબાઇલ જેની કિંમત ૧૦,૫૦૦ રૂપિયા તેમજ સ્કોડા કાર જેની કિંમત ૨૫,૦૦,૦૦૦ રૂપિયા મળીને કુલ કિંમત ૨૬,૮૮,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ સાથે હેરાફેરી કરનાર ત્રણ ઈસમોને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નેત્રંગ ચાર રસ્તા-થવા ચેકપોસ્ટ ઉપરથી એક જ રાત્રીમાં બે લકઝરીયસ કારમાં વિદેશી દારૂની ઘુષણખોરીનો નેત્રંગ પોલીસ પર્દાફાશ કરતાં ભરૂચ પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ સાથે જ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ઇસમોની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story