Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પખવાડીયામાં બીજી વખત નર્મદા નદીના જળસ્તરમાં વધારો, નદીની સપાટી વોર્નિંગ લેવલને પાર

મધ્યપ્રદેશમાં સતત વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

X

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 5લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીએ 22 ફૂટનું વોર્નિંગ લેવલ વટાવતા નદી કિનારાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે

મધ્યપ્રદેશમાં સતત વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાંથી નદીમાં 5.45 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.નર્મદા નદીમાં સતત પાણીની આવકને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટીમાં પણ વધારો થયો છે નદીની જળ સપાટીએ 22 ફૂટનું વોર્નિંગ લેવલ પાર કર્યું છે અને ભયજનક સપાટી 24 ફૂટથી ઉપર નદીની સપાટી જાય એવી શકયતા છે જેના પગલે વહીવટી તંત્ર પણ સાબદું થઈ ગયું છે અને નદી કાંઠાના ગામના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે

Next Story