ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, મતદાન અંગેના લેવડાવવામાં આવ્યા શપથ

ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થઈ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

New Update
ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, મતદાન અંગેના લેવડાવવામાં આવ્યા શપથ

ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરીયલ હોલ ખાતે જિલ્લા કલેકટરતુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ૧૪મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થઈ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત તા.૨૫મી જાન્યુઆરી-૨૦૨૪ના રોજ ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરીયલ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરા અધ્યક્ષસ્થાને ૧૪ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ″વોટ જેસા કુછ નહીં,વોટ જરૂર ડાલેંગે હમની થીમ″ પર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં કલેકટર દ્વારા જેફ વય ધરાવતા મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને “હું ભારત છું” વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખી મુક્ત,ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ એમ ગાંગુલી,પ્રાંત અધિકારી આર જે શાહ, જે એસ બારિયા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ મતદાતાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા


Latest Stories