Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હાંસોટની સાહોલ પ્રાથમિક શાળામાં યોજાયો નવરાત્રી મહોત્સવ, બાળકો મન મૂકીને ગરબે ઘૂમ્યા...

માતાજીના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો યુવાધનમાં થનગણાટ જોવા મળી રહ્યો છે, ત્યારે બાળકોમાં પણ નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ : હાંસોટની સાહોલ પ્રાથમિક શાળામાં યોજાયો નવરાત્રી મહોત્સવ, બાળકો મન મૂકીને ગરબે ઘૂમ્યા...
X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

માતાજીના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો યુવાધનમાં થનગણાટ જોવા મળી રહ્યો છે, ત્યારે બાળકોમાં પણ નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેવામાં ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ માતાજીની આરતી, થાળ કરી પ્રસાદની વહેંચણી કરાય હતી. ત્યારબાદ નાના ભૂલકાઓએ માતાજીના ગરબાની સાથે ટીમલી, રેલગાડી અને સનેડો મન મૂકીને ઘુમ્યા હતા. બાળકીઓ પણ ટ્રેડીશનલ પહેરવેશમાં આવી ગરબે ઘૂમી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યા પારસ પટેલ, શિક્ષકગણ નિલેશ સોલંકી, તેજસ પટેલ, નિતેશ ટંડેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એસ.એમ.સી. પરિવાર, સરપંચ નવનીત પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી નવરાત્રી મહોત્સવમાં સહભાગી બન્યા હતા.

Next Story