ભરૂચ: નેત્રંગ પોલીસના ત્રણ અલગ અલગ સ્થળોએ જુગારધામ પર દરોડા, 13 જુગારી ઝડપાયા

ભરૂચની નેત્રંગ પોલીસે ત્રણ અલગ અલગ ગામોમાંથી જુગારધામ ઉપર દરોડા પાડી ૧૩ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ: નેત્રંગ પોલીસના ત્રણ અલગ અલગ સ્થળોએ જુગારધામ પર દરોડા, 13 જુગારી ઝડપાયા
New Update

ભરૂચની નેત્રંગ પોલીસે ત્રણ અલગ અલગ ગામોમાંથી જુગારધામ ઉપર દરોડા પાડી ૧૩ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ ફૂલવાડી ચોકડી ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જાંબુડા ગામની ગૌચર ફળીયામાં રહેતો ધર્મેશ અમરસિંગ વસાવા પોતાના ઘરે ફરક આંકનો જુગારધામ ચલાવી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૬ હજાર મળી કુલ ૨૮ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર કિશન ધર્મેશ અમરસિંગ વસાવા,ધર્મેશ અમરસિંગ વસાવા,વિષ્ણુ વસાવા,કિશન હરીસીંગ વસાવા,ડુંગરસિંગ વસાવા સહીત ૧૦ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.જયારે પોલીસે આવી જ રીતે નાના જાંબુડા ગામની નવી વસાહતમાં રહેતો ચતુર કરશન વસાવાના જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૩ હજારથી વધુના મુદ્દામાલ સાથે જુગારી ચતુર વસાવાને ઝડપી પાડ્યો હતો.તો આવી જ રીતે તાલુકાના સાકવા ગામના નિશાળ ફળિયામાં રહેતો બુધિયા ઢેળીયા વસાવાના અડાળીમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ રોકડા સહીત ૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા બુધિયા વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે આ ત્રણેય જુગારના અડ્ડા ચલાવનાર નેત્રંગની દર્શના નગરમાં રહેતો મુખ્ય સુત્રધાર સલમાન અબ્દુલ મલિક પઠાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #arrested #raid #gambling dens #Netrang police #13 gamblers
Here are a few more articles:
Read the Next Article