/connect-gujarat/media/post_banners/fc36546c66b5b4cf834e3740511459e415fae3acb13779d1e2301bf880df0692.webp)
વૈશ્વીક મહામારી કોરોના વાયરસ ફરીવાર માનવ જીવન ઉપર હાવી થવાની તૈયારીમાં જણાઈ રહ્યા છે. ચીનમાં કોરોનાએ ફરી ફંફાડો મારતા તેની સીધી અસર ભારત પર પડી છે, ત્યારે ગુજરાતમાં કોરોના બીએફ-7ના 2 કેસ જણાતા આરોગ્ય વિભાગથી લઇને સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે. જેમાં સરકારી હોસ્પિટલો દવાઓ, વેંટીલેટર અને ઓક્સિજનની સ્થિતિ ચકાસવાના આદેશ મળતા જ ભરૂચ જિલ્લાના નેત્રંગ આરોગ્ય વિભાગે ચકાસણી હાથ ધરી હતી.
નેત્રંગ ખાતે કોરોનાના દદીઁઓ માટે 20 બેડની સુવિધાવાળો નવો વોર્ડ બનાવવામાં આવ્યો છે, ત્યારે આ કોવિડ વોર્ડની આરોગ્ય વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી, જ્યાં 20 બેડ અને ઓક્સિજન લાઇન સહિત અન્ય સુવિધાઓ તાત્કાલિક કામગીરી કરાવવા બાબતે નોંધ લીધી હતી. કોરોનાની સંભવિત ચોથી લહેર સામે લોકોના જન આરોગ્યને લઇને નેત્રંગ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જણાઈ રહ્યું છે.