ભરૂચ: DGVCLનું રૂ.6 કરોડનું બિલ ન ભરતા ન.પા.કચેરીનું વીજ જોડાણ કપાયુ સ્ટ્રીટ લાઈટ પણ બંધ

ભરૂચ શહેરમાં ચાર મહિના બાદ ફરી વીજકંપનીએ જોડાણો કાપી નાખતાં સ્ટ્રીટલાઇટો બંધ જોવા મળી છે.

New Update
ભરૂચ: DGVCLનું રૂ.6 કરોડનું બિલ ન ભરતા ન.પા.કચેરીનું વીજ જોડાણ કપાયુ સ્ટ્રીટ લાઈટ પણ બંધ

ભરૂચ નગર સેવા સદનના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે. નગર સેવા સદન દ્વારા વીજ કંપનીનું રૂપિયા 6 કરોડનું બાકી બિલ ભરપાય ન કરતા સ્ટ્રીટ લાઈટ સાથે નગરપાલિકા કચેરીનું પણ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે.

ભરૂચ શહેરમાં ચાર મહિના બાદ ફરી વીજકંપનીએ જોડાણો કાપી નાખતાં સ્ટ્રીટલાઇટો બંધ જોવા મળી છે. નગરપાલિકાએ વીજકંપનીને 6.33 કરોડ રૂપિયાનું બિલ ચુક્વવાનું હોવાથી જાન્યુઆરી માસમાં સ્ટ્રીટલાઇટોના જોડાણો કાપી નાખવામાં આવ્યાં હતાં. શુક્રવારે સાંજે ફરી એક વખત વીજકંપનીએ ભરૂચ પાલિકાની સ્ટ્રીટ લાઇટના જોડાણો કાપી નાખતા મોટાભાગના માર્ગો પર અંધારપટ છવાઇ ગયો હતો.

તો બીજી તરફ ભરૂચ નગર સેવા સદનની કચેરીનું પણ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. જેના પગલે ચીફ ઓફીસરે અન્ય કેબિનમાં બેસવાની ફરજ પડી હતી.

ભરૂચ નગર સેવા સદનના અણઘડ વહીવટના કારણે કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી પડતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે.નગર પાલિકા કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારોના કામ પૂર્ણ ન થતા તેઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Latest Stories