/connect-gujarat/media/post_banners/11a7f49de6c36e200478d919a127279abfd87b15d40b5b7c302fe4d98a62ed8c.jpg)
કેન્દ્ર સરકાર નોટરી એકટમાં સુધારો કરવા જઇ રહી છે ત્યારે 15 વર્ષથી નોટરી રહેલાંઓના લાયસન્સ રીન્યુ નહિ કરવાની સુચિત જોગવાઇ સામે ભરૂચ અને અંકલેશ્વરના નોટરીઓએ વિરોધ નોંધાવ્યો છે.
કેન્દ્ર સરકાર એક પછી એક કાયદાઓમાં સુધારાઓ કરી રહી છે અને તેની સામે વિરોધ પણ જોવા મળી રહયો છે. તબીબો બાદ હવે નોટરીઓ પણ કાયદામાં સુધારાના વિરોધમાં મેદાનમાં આવ્યાં છે. વર્તમાન નોટરી એકટ પ્રમાણે નોટરીઓ અસંખ્ય વખત તેમના લાયસન્સ રીન્યુ કરાવી શકે છે પણ હવે સરકાર નોટરી એકટ 1992માં સુધારો કરવા જઇ રહી છે. નવા સુચિત સુધારા મુજબ 15 વર્ષ સુધી નોટરીની કામગીરી કરનારા લોકોના લાયસન્સ રીન્યુ નહી થાય તથા વધુમાં વધુ 15 વર્ષ સુધી જ નોટરીનું લાયસન્સ રીન્યુ કરી શકાશે. સુચિત સુધારાના વિરોધમાં ભરૂચ- અંકલેશ્વર નોટરી એસોસિએશનના હોદ્દેદારોએ આવેદનપત્ર આપ્યું છે. ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપતી વેળા એસોસીએશનના પ્રમુખ સુરેશ મહેતા સહિત પ્રકાશ મોદી, જયોતિબેન પરમાર, મહેન્દ્ર કંસારા, રૂપલ મોદી, લતાબેન શેલત, પીંકી ગાંધી અને ફાલ્ગુનીબેન સહિતના હોદ્દેદારો અને નોટરીઓ હાજર રહયાં હતાં.