Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હવે, ગુનેગારો સુધી પહોચવા "પથિક" સોફ્ટવેર કરશે પોલીસને મદદ, જુઓ કેવી રીતે કરશે કામ.

ભરૂચ જિલ્લો સંવેદનશીલ જિલ્લામાં આવે છે. ભૂતકાળમાં આતંકી સહિતના વિવિધ બનાવોમાં ભરૂચ જિલ્લાનું નામ ખરડાયું છે

X

ભરૂચ જિલ્લો સંવેદનશીલ જિલ્લામાં આવે છે. ભૂતકાળમાં આતંકી સહિતના વિવિધ બનાવોમાં ભરૂચ જિલ્લાનું નામ ખરડાયું છે, ત્યારે ભવિષ્યમાં કોઇપણ પ્રકારના ગંભીર ગુનાઓમાં આરોપીઓ જો જિલ્લાની કોઇ હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં રોકાયા હોય તો પોલીસને ગણતરીના સમયમાં જ લોકેશન મળી જાય તે માટે સરકાર દ્વારા પથિક નામનું વિશેષ સોફ્ટવેર ડિઝાઇન કરવામાં આવ્યું છે.

પથિક એટલે પ્રોગ્રામ ફોર એનાસિસીસ ઓફ ટ્રાવેલર્સ એન્ડ હોટલ્સ ઇન્ફોમેટીક્સ. ભરૂચ પોલીસની SOG શાખામાં પથિક સોફ્ટવેરનું સર્વર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની દરેક હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ તેમજ ધર્મશાળા સહિતના આશ્રય સ્થાનોને તેમનું પોતાની આઇડી-પાસવર્ડ આપવામાં આવે છે. જેના થકી તેઓ તેમના ત્યાં રોકાણ કરવા આવતાં લોકોના ફોટાવાળા આઇડીપ્રુફ સહિત તેમના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ સહિતની તમામ વિગતો પથિક સોફ્ટવેરમાં અપડેટ કરવાની હોય છે. જેથી ભવિષ્યમાં જિલ્લામાં કોઇપણ પ્રકારની ગુનાઇત પ્રવૃત્તિ બની હોય અને ગુનેગારે જિલ્લાની કોઇ હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ સહિતના સ્થળોએ આશરો લીધો હોય, તો પથિક સોફ્ટવેરના માધ્યમથી પોલીસને ગુનેગારની માહિતી મેળવવામાં સરળતાં રહેશે. આ ઉપરાંત પોલીસે તમામ હોટલોમાં જઇ મેન્યુઅલી રજિસ્ટર ચેક કરવા સહિતની કામગીરીમાંથી છુટકારો મળતાં પોલીસ તે સમયે આરોપીઓના સગડ મેળવવા માટેની અન્ય ગતિવિધિમાં ઉપયોગ કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story