/connect-gujarat/media/post_banners/fa0ce52e2bf1a153c088b5cd64f380f2bca88d5dfe3ebc0bec1c55cb3b2d6816.jpg)
ભરુચ નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં ડોર ટુ ડોર સેવા માટે સ્કેનિંગ સિસ્ટમના અમલ સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા તો વિવિધ બાબતે વિપક્ષ કોંગ્રેસે શાશકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
ભરુચ નગરપાલિકાની નવા નાણાકીય વર્ષ ની પ્રથમ સામાન્ય સભા નગરપાલિકા સભાખંડ ખાતે મળી હતી.જેમાં વિવિધ વિભાગ ના 22 કામનો એજન્ડામા સમાવેશ કરાયો હતો.જે પૈકી ગત બજેટ લક્ષી સામાન્ય સભાની મિનિટસની મંજુરીના મુદ્દે વિપક્ષે વિરોધ યથાવત રાખતા શાસક પક્ષે મતદાનનો આશરો લઈ બહુમતીના જોરે મંજુરીની મ્હોર મારી હતી.વિપક્ષે કર્મચારીઓ કામ અંગે તેવોનું સાંભળતા ન હોવાની ફરિયાદ કરતા પ્રમુખે કામ ચોરી કોઈપણ સંજોગો માં ચલાવી નહિ લેવાય કહીને વિપક્ષને શાંત કર્યો હતો
.ભરૂચ નગરપાલિકાના વિરોધપક્ષના સભ્ય સમશાદ અલી સૈયદ નગરપાલિકા દ્વારા જન ભાગીદારીના કામો પૂર્ણ કરવામાં ઢીલાશ દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે કાયદાની રાહે આગળ વધવા પણ ચીમકી આપી હતી.