ભરૂચ : ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ 300 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું...

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતને ટીબી મુક્ત કરવાના અભિગમ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
ભરૂચ : ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ 300 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું...

ભરૂચ શહેરના કણબીવગા વિસ્તાર સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ એલએનજી પેટ્રોનેટ કંપનીના સહયોગથી સેવાયજ્ઞ સમિતિ દ્વારા ભરૂચ તાલુકાના 300 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતને ટીબી મુક્ત કરવાના અભિગમ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા એલએનજી પેટ્રોનેટના સીઆરસી ફંડના સહયોગથી ભરૂચ તાલુકામાં ટીબી મુક્ત અભિયાન હેઠળ 300 પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ એલએનજી પેટ્રોનેટ કંપની દ્વારા રૂ. 18 લાખથી વધુનો સેવાયજ્ઞ સમિતિ સાથે એમઓયુ કરી 6 મહિના સુધી ટીબીના દર્દીઓના પરિવારને પોષણયુક્ત આહાર મળી રહે તે માટેની કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે એલએનજી પેટ્રોનેટ લિમિટેડના સુમિત થેસિયા, સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, જીલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઓફીસર સહિત સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.