Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ અને લૂંટારુઓ વચ્ચે સામસામે ફાયરિંગ,જુઓ CCTV

અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું. જે હાલ નાજુક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

X

અંકલેશ્વર શહેરમાં આવેલ યુનિયન બેન્કમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી જેમાં બુકાનીધારી લૂંટારુઓએ બંદૂકની અણીએ બેન્કમાંથી રૂ.22 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ રહ્યા હતા ત્યાં જ પોલીસે પડકાર ફેંકતા પોલીસ અને લૂંટારુઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું.

અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું. જે હાલ નાજુક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેર પોલીસ, ડોગ સ્કવોર્ડ, બેલેસ્ટિક વિભાગની મદદથી જ્યાં આ ઘટનાનો ભેદ ઉકેલવા તલસર્પશી તપાસ કરી રહી હતી ત્યાં જ વધુ એક હચમચાવતી ઘટના ધોળે દહાડે બની છે.પીરામણ નાકા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં હથિયારો સાથે ત્રાટકેલા 4 જેટલા લૂંટારુંઓએ તમંચાની અણીએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભરૂચમાં જ રેન્જ આઈજી આજે ઉપસ્થિત હોય અને રાતની ફાયરિંગની ઘટના બાદ એલર્ટ રહેલી પોલીસ તરત એક્શનમાં આવી હતી.અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પોલીસે નાકા બંધી દરમિયાન લૂંટારુઓને પડકાર્યા હતા. લૂંટારુઓએ પોલીસ ઉપર ફાયરિંગ કરતા જવાબમાં પ્રતિકારમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતુ. જેમાં એક લૂંટારું ઝડપાઇ ગયો હોવાના હાલ બિનસત્તાવાર અહેવાલ સાંપડી રહ્યા છે.ઘટના બાદ તુરંત જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, એલ.સી.બી., એસ.ઓ.જી. સહિત નો કાફલો દોડી ગયો હતો. હાલ પોલીસે ઠેર ઠેર નાકાબંધી, ચેકીંગ કરી લુંટારુઓને ઝબ્બે કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના જવાબી ફાયરિંગમાં એક લૂંટારું ઘવાયો હતો. જિલ્લા પોલીસ દ્વારા ₹22.70 લાખ, ત્રણ દેશી તમંચા અને એક ઘવાયેલા લૂંટારુંને જેર કરી લેવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં લૂંટારુઓની તમામ ગતિવિધિ કેમેરામાં કેદ થઈ છે.

Next Story