Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દિવાળી પર્વે ફૂલ બજારમાં મંદીનો માહોલ, ઘરાકી નીકળે તેવી વેપારીઓને આશા..!

ભરૂચના ગલગોટા મોટા અને 2 દિવસ સુધી સારા રહેતા હોવાથી 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે

X

ભરૂચ શહેરમાં નર્મદા મૈયા બ્રીજ નીચે ફૂલ બજાર દિવાળીમાં ખરીદી માટે ઉભરાતું હોય છે. પરંતુ એક દિવસ પડતર આવ્યો હોવાથી દિવાળીના દિવસે પણ ફૂલ બજારમાં છૂટક ઘરાકી જોવા મળી રહી છે. જોકે, પડતર દિવસ બાદ નવું વર્ષ હોય ત્યારે વેપારીઓને ઘરાકી નીકળવાની આશા છે.



ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના ખેડૂતો ફૂલની ખેતી ઉપર નિર્ભર છે. પરંતુ આ વર્ષે નર્મદા નદીમાં આવેલા વિનાશક પુરના કારણે ખેડૂતોએ ફૂલોની ખેતીમાં ઉત્પાદનને ભારે નુકશાન પહોચ્યું હતું. જેથી ફૂલોના બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે. જોકે, દિવાળીના તહેવારમાં ફૂલોના બજારોમાં ઘરાકી નીકળશે તે આશાએ વેપારીઓ મહારાષ્ટ્રના નાસિક બજારથી ફૂલો મંગાવી વેચાણ કરી રહ્યા છે. આ અંગે ફૂલોનો વ્યવસાય કરતા વેઓરી લાલભાઈએ જણાવ્યું હતું કે,

ભરૂચના ગલગોટા મોટા અને 2 દિવસ સુધી સારા રહેતા હોવાથી 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે મહારાષ્ટ્ર નાસિકથી આવતો માલ 70થી 80 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. જોકે, આ વર્ષે દિવાળીના પર્વમાં એક દિવસ પડતર હોવાના કારણે દિવાળીના દિવસે ઘરાકી ઓછી જોવા મળી રહી છે. પરંતુ નવા વર્ષ પૂર્વે સારી ઘરાકી જોવા મળશે તેવી આશા ફૂલ માર્કેટના વેપારીઓ જોઈ રહ્યા છે.

Next Story