Connect Gujarat
ભરૂચ

ભરૂચ:દિવાળીના દિવસે શહેરમાં 11 જેટલી જગ્યાએ લાગી આગ, ફાયર ફાયટરો થયા દોડતા

પ્રકાશના પર્વ દિવાળી પર ભરૂચ શહેરમાં આગના કુલ 11 બનાવ બનતા ફાયર ફાયટરો દોડતા થયા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી

X

પ્રકાશના પર્વ દિવાળી પર ભરૂચ શહેરમાં આગના કુલ 11 બનાવ બનતા ફાયર ફાયટરો દોડતા થયા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભરૂચ જિલ્લામાં શહેરમાં તેમજ આસપાસના ગામડા વિસ્તારમાં ફટાકડાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ફાયર ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ રીતે સજજ હાલતમાં હતું.ભરૂચ ફાયર બ્રિગેડમાં ત્રણ વોટર બાઉઝર અને બે મીની ટેન્ડર સાથે આગ લાગવાના કોઈપણ સંજોગોમાં પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી સાથે ટીમ તૈયાર હતી.



દિવાળીની રાતે ભરૂચ ફાયર બ્રિગેડને 11 જેટલા ફાયર કોલ મળેલ હતા.જેમાં શહેરી વિસ્તાર તેમજ ગામડા વિસ્તારના ફાયર કોલ હતા અલગ અલગ ટીમો દ્વારા તમામ ફાયર કોલ ને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતીહોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના વેચાણ માટે જે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા ત્યાં 24 કલાક ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સ્ટાફ તેમજ ફાયર વોટર બાઉઝર સ્ટેન્ડબાય કરવામાં આવ્યો હતો.

Next Story