ભરૂચ: પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં.

New Update
ભરૂચ: પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતા ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં. આધુનિક ભારતના શિલ્પી સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisment

સ્વ.રાજીવ ગાંધીને ડીજીટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકાના સભ્ય હમેન્દ્ર કોઠીવાળા, વિપક્ષના નેતા સમસાદ અલી સેયદ સહિતના કાર્યકરોએ તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા

Advertisment