Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અગ્નિશમન દિવસ નિમિત્તે પાલિકાના ફાયર જવાનોએ વીરગતિ પામેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા...

આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત છે. જેઓ ક્યાંય પણ આગ લાગે, ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જાય છે.

X

ભરૂચ નગરપાલિકા દ્વારા અગ્નિશમન દિવસ મનાવાયો

પાલિકાના ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતેની યોજાય રેલી

ફાયર ફાઇટરોએ કામગીરીમાં આવતા સાધનની પૂજા કરી

આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત કરાયો

વીરગતિ પામેલા ફાયર ફાઇટરોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા


ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે આજરોજ અગ્નિશમન દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં તેમની કામગીરીમાં આવતા તમામ સાધન સામગ્રીની પૂજા અર્ચના કરી આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત કર્યો હતો. આજે નેશનલ ફાયર સર્વિસ ડે છે, ત્યારે આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત છે. જેઓ ક્યાંય પણ આગ લાગે, ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જાય છે.

તેઓ ભડકતી જ્વાળાઓ વચ્ચે તેમની ફરજ નિભાવે છે. ફાયરમેનોનું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે, જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને અનેક કિંમતી જીવ બચાવે છે. વર્ષ 1944માં મુંબઈમાં કાર્ગો જહાજમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 66 જેટલા ફાયર ફાઇટરો વીરગતિ પામ્યા હતા. તેમના બલિદાનના સન્માનમાં દર વર્ષે 14મી એપ્રિલે અગ્નિશમન દિવસ મનાવવામાં આવે છે.

જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા ખાતે આજે ફાયર બ્રિગેડના જવાનોએ તેમની કુશળતા દર્શાવી હતી. નેશનલ ફાયર સર્વિસ ડે એટલે કે, અગ્નિશમન દિવસ નિમિત્તે ફાયર બ્રિગેડના જવાનોએ અને કર્મચારીઓએ માત્ર અગ્નિશામક સાધનોની પૂજા અર્ચના કરી તમામ ફાયર ટેન્ડરોને સજાવવામાં આવ્યા હતા.

Next Story