Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આંબેડકર જયંતી નિમિતે સંકટ મોચન હનુમાન મંદિર ખાતે સર્વ રોગ નિદાન શિબિર યોજાઈ..

નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા આંબેડકર જયંતિ નિમિતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની મામલતદાર કચેરી સામે આવેલ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ મનોજ હરિયાણી, જિલ્લા મંત્રી અંકુર મોદી, તથા પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ અને સંકટ મોચન હનુમાનજી મંદિર ઉત્સવ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ સર્વ રોગ નિદાન શિબિરનો બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો...

Next Story