ભરૂચ : ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે DMIT ટેસ્ટનોમાં પ્રારંભ કરાયો...

આજરોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં DMIT ટેસ્ટનોમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
ભરૂચ : ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે DMIT ટેસ્ટનોમાં પ્રારંભ કરાયો...

આજરોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં DMIT ટેસ્ટનોમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ડરમેટોગ્લિફિકસ મલ્ટીપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટના આરંભે જ બાળકો સાથે વડીલોનો ધસારો જોવા મળ્યો હતો.

ડો. બાબા સાહેબ આંબેડકરનો જન્મ તા. 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા થયા, અને ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. આ સાથે જ ભારતના પ્રથમ કાયદામંત્રી બન્યા હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા. ડૉ. બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ દેશ અને વિદેશમાં ધૂમધામથી ઉજવાય રહી છે. જેમાં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે 14 એપ્રિલના રાત્રે જન્મદિનની ઊજવણીના ભાગરૂપે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી, ફટાકડા ફોડી, કેક કાપી એકબીજાને ખવડાવી જન્મજયંતિની ઉજવણી કરી હતી. ડૉ. બાબા સાહેબની પ્રેરણાઓ થકી સમાજ માટે કંઈક સારું કામ કરવાની ભાવનાઓ સાથે ભરૂચમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતે આવેલ સરદાર શોપિંગમાં ધ ભરૂચ જિલ્લા રોહિત બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ, ભરૂચ કાર્યાલય ખાતે DMIT ટેસ્ટનો આરંભ કર્યો હતો. જેમાં SC સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીનો એક દિશામાં પ્રવાહ નક્કી કરવા માટે ડરમેટોગલીફિક્સ મલ્ટીપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. એક જ દિવસમાં 10થી વધુ બાળકો અને યુવાનોના DMIT ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Latest Stories