/connect-gujarat/media/post_banners/b6b1babe32d939dd000c384893eec483cb2e95e04a36be8c737b6a0c619e6b81.webp)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંત્રાલ ગામ સ્થિત વિદ્યાકુંજ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે કાવી પોલીસ સ્ટેશનના મહિલા PSIની અધ્યક્ષતામાં શહીદ દિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,
તા. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીજીના બલિદાનને યાદ કરવા અને તેનું સન્માન કરવા દર વર્ષે તા. 30મી જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે 30મી જાન્યુઆરી શહિદ દિન નિમિત્તે ભરૂચ જિલ્લાના કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જંત્રાલ ગામની વિદ્યાકુંજ હાયર સેકન્ડરી સ્કૂલમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓએ શહીદ દિવસ અંતર્ગત સુંદર વક્તવ્ય આપ્યું હતું. આ સાથે જ વિદ્યાકુંજ હાયર સેકન્ડરી સ્કૂલમાં વિદ્યાકુંજ હાયર સેકન્ડરી સ્કૂલમાં આયોજિત વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાવી પોલિસ સ્ટેશનના PSI વૈશાલી આહીર સહિતના પોલીસકર્મીઓએ શાળા ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.