/connect-gujarat/media/post_banners/f8d6ed063492cf97030835684b3cc96e18a51d8e19cba57dbf4f2ccca9fdde05.jpg)
આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે. આ સાથે જ રક્તદાન શિબિરના આયોજન થકી ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં નામ પણ નોંધાવવામાં આવશે.
તા. 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લામાં ભરૂચ અને જંબુસર તાલુકામાં રક્તદાન શિબિર સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જંબુસર, આમોદ અને ભરૂચ શહેર-તાલુકાના ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાશે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. સુરત ખાતે રક્તદાન શિબિર થકી 2 લાખ યુનિટ રક્ત એકઠું કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાત પોતાનું નામ દર્જ કરાવવાનું છે, ત્યારે ભરૂચ જિલ્લા યુવા મોરચા પણ આ સેવાકાર્યમાં સહભાગી બનવા પ્રયાસના ભાગરૂપે ઠેર ઠેર રક્તદાન શિબિર સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ પત્રકાર પરિષદમાં યુવા ભાજપ મોરચાના શક્તિસિંહ પરમાર, હેમદીપ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા, વિરલ રાણા સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.