ભરૂચ : ઝઘડીયાના શિયાલી ગામે શિવરાત્રિ નિમિત્તે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું...

ઝઘડીયા તાલુકાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથના બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
ભરૂચ : ઝઘડીયાના શિયાલી ગામે શિવરાત્રિ નિમિત્તે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથના બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા ઝઘડીયા તાલુકાના કાવેરી નદી કિનારે આવેલ શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી મહાશિવરાત્રિએ બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે. આ મંદિર ખાતે વાર-તહેવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, ત્યારે પવિત્ર મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના મહંત દ્વારા બર્ફાની બાબા અમરનાથની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેના શિવભક્તો મહાશિવરાત્રીના રોજ દર્શન કરી શકશે. અહી બિરાજમાન બરફના શિવલિંગના દર્શન કરવા માટે સુરત, વડોદરા અને અમદાવાદ સહિત ભરૂચ તેમજ અંકલેશ્વરના ભક્તો આ સ્થળે આવી બરફાની બાબાના દર્શન કરી ધન્યતા અનુભવશે.

Latest Stories