Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતીમાં હોકી અને એથ્લેટીક્સ સ્પર્ધા યોજાય...

મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે તા. 29 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે.

X

હોકી રમતના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરની એમ.કે.કોલેજના ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હોકી અને તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે તા. 29 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદનો જન્મ આ દિવસે વર્ષ 1905માં પ્રયાગરાજમાં થયો હતો. સ્પોર્ટ્સ-ડે નિમિત્તે દેશવાસીઓને સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત કરવાની સાથે તેમને ફિટ રહેવા માટેના સૂચનો પણ આપવામાં આવે છે. સ્પોર્ટ્સ-ડે ઉજવવા પાછળનું એક મોટું કારણ યુવાનોને રમત-ગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનું છે. જેનાથી તેઓ ફિટ રહેવાની સાથે સ્પોર્ટ્સમાં પોતાનું ભવિષ્ય બનાવી શકે, ત્યારે ગુજરાર સ્પોર્ટ ઓથોરિટી અને ભરૂચ જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા શહેરની એમ.કે.કોલેજ પાછળ આવેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની હોકી અને તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ હોકીમાં 9 અને એથ્લેટીક્સમાં 423 સ્પર્ધકોએ ભાગ લીધો છે, અને સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનાર રમતવીરોને રાજ્યકક્ષાએ રમવાની તક મળશે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, સદવિદ્યા મંડળના જોઈન્ટ સેક્રેટરી દેવાંગ ઠાકોર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Next Story