ભરૂચ : વિજય દિવસ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ખાતે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય…

શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિજય દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ : વિજય દિવસ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ખાતે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય…
New Update

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિજય દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

આજે તારીખ 16મી ડિસેમ્બરના રોજ વિજય દિવસ નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલી અર્પણ કરતાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાના સંગીત શિક્ષકો દ્વારા શોર્ય ગીતો વડે વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ સાથે જ શિક્ષિકા ઉર્વી ભટ્ટ દ્વારા વિજય દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, તેની જાણકારી તથા યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થતા જનરલ માણેકશા વિશે શિક્ષક હિતેન્દ્રસિંહ રાજ દ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, શાળાના આચાર્ય મહેશ ઠાકર સહિત શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Gujarat #CGNews #occasion #Victory Day #tributes #martyrs #Narayana Vidyavihar
Here are a few more articles:
Read the Next Article