Connect Gujarat
ભરૂચ

ભરૂચ: CNG પંપ સંચાલકોની એક દિવસીય હડતાળના કારણે વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં,જુઓ કેવી છે પરિસ્થિતિ

આજે સીએનજી પંપ સંચાલકો 24 કલાકની હડતાલ પર છે.જેથી ભરૂચના તમામ સીએનજી પંપ પરથી ગેસનું વેચાણ બંધ થયુ છે.

X

કમિશન વધારવાની અને એક્ઝિટ પોલિસીમાં નોટિસ પિરિયડ વધાવવાની માંગ સાથે સી.એન.જી.પંપ સંચાલકોએ આજે એક દિવસની હડતાળ પાડતા વાહંચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા

આજે સીએનજી પંપ સંચાલકો 24 કલાકની હડતાલ પર છે.જેથી ભરૂચના તમામ સીએનજી પંપ પરથી ગેસનું વેચાણ બંધ થયુ છે. જેથી સીએનજીથી ચાલતા વાહનો ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.કમિશન વધારવાની અને એક્ઝિટ પોલિસીમાં નોટિસ પિરિયડ વધાવવાની પંપ સંચાલકોની માંગ છે. ગુજરાત ગેસ કંપનીના સીએનજી ફ્રેન્ચાઇઝી એસોસિયેશન દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ છે.ઓઇલ કંપનીના પંપ સંચાલકોને 3 રૂપિયા 17 પૈસા જેટલું કમિશન આપવામાં આવે છે. જ્યારે સીએનજી ગેસના પંપ સંચાલકોને 2 રૂપિયા 16 પૈસા જેટલું કમિશન આપવામાં આવે છે ત્યારે સીએનજી ગેસ પંપ સંચાલકોને પણ 3 રૂપિયા 17 પૈસા જેટલું સમાન કમિશન મળે તેવી માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સીએનજી પમ્પ બંધ થતાં સૌથી વધુ રિક્ષાચાલકોની રોજગારી પર અસર થઈ રહી છે અને આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવે તેવી સંચાલકો માંગ કરી રહ્યા છે

Next Story