ભરૂચ : જંબુસરના અણખી-ઉચ્છદ માર્ગ પર મુસાફર ભરેલ છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ઇજા...

જંબુસર પંથકમાં અણખી અને ઉચ્છદ ગામ વચ્ચે મુસાફર ભરેલ છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હતી.

New Update
ભરૂચ : જંબુસરના અણખી-ઉચ્છદ માર્ગ પર મુસાફર ભરેલ છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ઇજા...

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં અણખી અને ઉચ્છદ ગામ વચ્ચે મુસાફર ભરેલ છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં વારંવાર અકસ્માતની ઘટનાનો સર્જાયા કરે છે, ત્યારે જંબુસરના અણખી અને ઉચ્છદ ગામ વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસાફર ભરેલ છકડો રિક્ષાના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હતી. આ ઘટનામાં છકડો રિક્ષાના ચાલકનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારબાદ ઇજાગ્રસ્ત મુસાફરને જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.