ભરૂચ : રૂ. 45 લાખની લક્ઝરી બસની ચોરી કરી ભાગવા જતાં એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો, અન્ય 2 ઈસમ ફરાર

કોલેજ રોડ ઉપર ઉદ્યોગનગરના કોમન પ્લોટ પાસે પાર્ક કરેલ રૂપિયા 45 લાખની લક્ઝરી બસની ચોરી કરી ભાગવા જતી વેળા બસને અકસ્માત નડતા એક ઈસમ સી’ ડીવીઝન પોલીસના હાથે ઝડપાય ગયો હતો,

ભરૂચ : રૂ. 45 લાખની લક્ઝરી બસની ચોરી કરી ભાગવા જતાં એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો, અન્ય 2 ઈસમ ફરાર
New Update

ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર ઉદ્યોગનગરના કોમન પ્લોટ પાસે પાર્ક કરેલ રૂપિયા 45 લાખની લક્ઝરી બસની ચોરી કરી ભાગવા જતી વેળા બસને અકસ્માત નડતા એક ઈસમ સી' ડીવીઝન પોલીસના હાથે ઝડપાય ગયો હતો, જ્યારે અન્ય 2 ઈસમ ફરાર થઈ ગયા હતા.

બનાવ અંગેની વાત કરીએ તો, ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જયરાજ હરીશચંદ્ર કરાડે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગતરોજ પોતાના ઘરે હતા, તે દરમિયાન સી' ડીવીઝન પોલીસ ખાતેથી ફોન આવ્યો હતો, અને તેઓની લક્ઝરી બસ નંબર GJ 16 AV 7354ની ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. સાથે બસનું મકતમપુર ડી.ડી.ઓ. બંગ્લોઝ સામે યુ-ટર્નના કટ પાસે ડીવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હોવાનું કહેતા જ જયરાજ કરાડે ચોકી ઉઠ્યા હતા. તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા,

ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે, તેઓની બસનો ચાલક ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર ઉદ્યોગનગરના કોમન પ્લોટ પાસે લક્ઝરી બસ પાર્ક કરી પોતાના ઘરે ગયો હતો. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની બસની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. સી' ડીવીઝન પોલીસે બસની ચોરી કરી ફરાર થઇ રહેલ સિંધોત ગામના મહાદેવ મંદિર ફળિયામાં રહેતા રાહુલ ગોપાલ વસાવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલ ઇસમની પુછપરછ કરતા બસની ઉઠાંતરી કરી ચિરાગ ગૌસ્વામી અને નાઝીમ પટેલ શેખ સાથે તે ભાગી રહ્યા હોવાનું જણાવ્યુ હતું. જોકે, બસનો અકસ્માત સર્જાયા બાદ ત્રણેય ઈસમો ફરાર થઇ રહ્યા હતા. તે દરમિયાન પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ઈસમ ફરાર થઈ ગયા હતા, ત્યારે હાલ તો પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

#Bharuch #absconding #Connect Gujarat #BeyondJustNews #one person #caught #Steal #luxury bus #2 person
Here are a few more articles:
Read the Next Article