/connect-gujarat/media/post_banners/f9409891bce4873892d90c5a70b036c2be1b5c6d48eababaeb0332098c50ecc5.webp)
ભરૂચ ARTO કચેરીમાં ફરી વાર સાર્થી પોર્ટલ બંધ થતાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની કરવામાં આવતી કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
ભરૂચ RTOમાંથી મળતી માહિતી અનુસાર, ગત તા. 15 મેના રોજ સર્વર બંધ થયું હતું. જે ટા. 16મી મેના રોજ ચાલુ થવાનું હતું. જોકે, પોર્ટલ મેન્ટનેન્સ માટે જતાં હવે સાર્થી પોર્ટલ હવે તા. 18મીથી ચાલુ થશે, ત્યાં સુધી ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી તમામ કામગીરી બંધ રાખવામા આવી છે. આ સાથે જ ટેસ્ટ ડ્રાઇવ પણ બંધ રહેશે. જોકે, રાજ્યભરમાં RTOમાં સાર્થી પોર્ટલ બંધ છે. અગાઉ પણ ઘણીવાર સાર્થી પોર્ટલ બંધ રહેતા લાઈસન્સ અને ટેસ્ટ ડ્રાઈવની કામગીરી બંધ રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે RTOનું સોફ્ટવેર વર્ષો જૂનું હોવાના કારણે આ સમસ્યા વારંવાર આવે છે. પોર્ટલ બંધ રહેતા લાયસન્સ માટે આવતા લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે. એક મહિના પહેલાં પણ સર્વર બંધ હોવાથી 15 દિવસ સુધી કામગીરી બંધ રહી હતી.