Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચાવજના સોસાયટી વિસ્તારના લોકોમાં આક્રોશ, "રાજકીય પક્ષોએ પ્રચાર માટે આવવું નહીં"ના બેનરો લગાવ્યા

ચાવજ ગામના હદ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.

X

ભરૂચ જિલ્લાના ચાવજ ગામના હદ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.

લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ લોકો પોતાની સમસ્યાઓ મુદ્દે રાજકારણીઓને આયનો દેખાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. લોકો વિવિધ મુદ્દે પોતાના વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર અને રાજકીય પક્ષોના કાર્યકરોને પ્રવેશબંધી સહિતનો દેખાવો કરી વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ભરૂચના ચાવજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં રોડ, રસ્તા ગટર અને લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. રહીશોએ ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષોને પાબંધી ફરમાવતા બેનરો લગાડી આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સાથે જ કોઈપણ સત્તાકીય પક્ષ દ્વારા ધ્યાન ન આપતું હોવાના આક્ષેપ સાથે કોઈપણ રાજકીય પક્ષે અમારા વિસ્તારમાં મત માંગવા માટે કે, પ્રચાર માટે આવવું નહીં, તેવા બેનરો લગાડી સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જોકે, આ વિરોધ રાજકીય પક્ષો માટે ચેતવણીરૂપ ગણી શકાય, ત્યારે ખરા અર્થમાં નાગરિકોની સમસ્યાઓના નિવારણ માટે કામગીરી કરવામાં આવે તે આવશ્યક બન્યું છે.

Next Story