Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટના ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ધામમાં વિશ્વ શાંતિ માટે પાર્થેશ્વર શિવલિંગ પર અભિષેક કરાયો

ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય ધામમાં શ્રાવણી અમાસના રોજ વિશ્વ શાંતિ તથા લોક ઉદ્ધાર માટે માટીથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો હતો

X

ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય ધામમાં શ્રાવણી અમાસના રોજ વિશ્વ શાંતિ તથા લોક ઉદ્ધાર માટે માટીથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો હતો.

હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય ધામમાં શ્રાવણી અમાસના રોજ વિશ્વ શાંતિ તથા લોક ઉદ્ધાર માટે માટીથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ દત્તાશ્રય પરિવાર દ્વારા બનાવામાં આવે છે. શ્રાવણી અમાવસ્યાનો દિવસ શાસ્ત્રોમાં દેવાધી દેવ મહાદેવના પૂજન માટે સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં પાર્થેશ્વર શિવલિંગને અભિષેક પૂજન માટે સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે.તેથી જ લોક કલ્યાણ માટે દત્તાશ્રય પરિવાર અને આચાર્ય ભાવિન પંડ્યા તથા આચાર્ય મનન પંડ્યા પ્રતિવાર્ષિક સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરી તેમનું અભિષેકાત્મક પૂજન કરે છે. સાથે સાથે આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યા દત્તાશ્રયમાં પ્રજ્વલિત અખંડ ધુણીને લક્ષ (એક લાખ) આહુતિ સમગ્ર શ્રાવણ માસમાં અર્પણ કરે છે.

Next Story