ચોમાસામાં બિસ્માર બનેલ ભરુચ જિલ્લાના માર્ગનું તકલાદી પેચવર્ક કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.
ગત તારીખ-17મી સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં ભારે પૂરની પરિસ્થિતી વચ્ચે કેટલાક ગામોના માર્ગોનું ધોવાણ થવાથી રોડ બિસ્માર બન્યા છે.ત્યારે અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ અહિવે ઉપર પણ પૂરના પાણી ફરી વળતાં માર્ગ બિસ્માર બન્યો હતો જે માર્ગનું એક મહિના બાદ આજરોજ સફાળા જાગેલ તંત્રએ પેચવર્કની કામગીરી હાથ ધરી છે. તો વાલિયા-અંકલેશ્વરને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બન્યો છે.કરોડો રૂપિયાના ખર્ચે બનેલ માર્ગ દર વર્ષે ચોમાસાની સીઝનમાં ધોવાઈ જતા રોડ ઉપર અનેક ખાડાઓ ઉપસી આવ્યા છે.જેને પગલે વાહન ચાલકોની કમરના દુખાવા સહિત ઊડતી ધૂળની ડમરીઓને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.જો કે હાલ તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.