અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ રસીકરણ કેન્દ્ર પર વેક્સિન મેળવવા લોકોએ પડાપડી કરી હતી ત્યારે શોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા.
ત્રીજી લહેરની આશંકા વચ્ચે લોકોનો વેક્સિન લેવા માટે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે વેકશીનેશન માટે લોકો પડાપડી કરી રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.એક તરફ વેકશીનેશન માટે જથ્થો અપૂરતો છે ત્યારે લોકો દ્વારા થઈ રહેલ કોરોના ગાઈડલાઇનનો ભંગ અતિ નિંદનીય છે. લાઈનો તો જણાઈ રહી નથી ત્યારે લોકો ભેગા થઈ અને ટોળેટોળાં થઈ રહ્યા છે જેઓએ માસ્ક પણ નથી પહેર્યું અને સોશીયલ ડિસ્ટન્સના પણ ઘજાગરા ઊડી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ આમંત્રણ આપાઈ રહ્યું છે અને સ્થાનિકો પણ કોરોનાને ભૂલી ગયા હોય તેમ વર્તી રહ્યા છે ત્યારે સરકાર વેક્સિનનો પૂરતો સ્ટોક આપે એ જરૂરી છે