Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદના કુરચણ ગામના લોકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર,વિવિધ સમસ્યાના ઉકેલની માંગ

આદિવાસી સમાજ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે

X

આમોદના કુરચણ ગામના લોકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

વિવિધ સમસ્યાના ઉકેલની કરવામાં આવી માંગ

આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રજૂઆત

સ્મશાનની જગ્યા ફાળવવા માંગ કરવામાં આવી

સરકારની યોજનાઓનો લાભ ન આપવામાં આવતો હોવાના આક્ષેપ

ભરુચ આમોદ તાલુકાના કુદચણ ગામના આદિવાસી સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પ્રશનોના ઉકેલની માંગ કરી છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામના આદિવાસી સમાજના લોકો હાથમા પ્લે કાર્ડ લઈ સુત્રોચાર સાથે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા.આદિવાસી સમાજ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે.આદિવાસી વિસ્તારમાં રોડ, રસ્તા ગટર જેવી પ્રથામિક સુવિધાઓ મુદ્દે પણ અવાર નવાર રજુઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણી મામલે પણ કોઇ જાતનું ધ્યાન અપાયું નથી તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી પણ ત્રણ વર્ષથી તોડી પડાઈ છે તેનીપણ ગ્રાન્ટ મંજુર છે છતાં બનાવવામાં આવી રહી નથી.સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવતો નથી.સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઇ પણ જાતનું કામ લઈ ને જાય તો તેઓને ધરમના ધક્કા ખવડાવવામાં આવે છે સહિતના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

Next Story