Connect Gujarat
ભરૂચ

ભરૂચ: એસ.ટી.વિભાગના વિવિધ પ્રશ્નો બાબતે વેપારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં વેપારી એસોસીએશન વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું

ભરૂચ: એસ.ટી.વિભાગના વિવિધ પ્રશ્નો બાબતે વેપારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
X

જંબુસર વેપારી એસોસિયેશન અને વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જંબુસર ડેપોના બે મુખ્ય દરવાજા રાહદારીઓ અને વિદ્યાર્થીઓ માટે સરળ હોય વિદ્યાર્થીઓ અને મુસાફરો રાત્રિ દરમ્યાન આ દરવાજાઓ તરફથી પસાર થાય છે નવનિર્માણ ડેપોનો ગેટ દૂર પડે છે ત્યાં આવવા માટે ખરાબ રસ્તા પરથી પસાર થવું પડે છે .એસટી બસમાં પાર્સલ આવતા હોય વેપારીઓને દુરથી લાવવા માટે ભથ્થું વધારે આપવું પડે છે.

બે દરવાજા બંધ ન કરવામાં આવે તેને લઈ આજરોજ જંબુસર આમોદ મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં વેપારી એસોસીએશન વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવાણી માંગ કરવામાં આવી છે અને માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે..

Next Story
Share it