ભરૂચ: યશસ્વી રસાયણ કંપનીના બ્લાસ્ટના મામલામાં લખીગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, યોગ્ય વળતરની માંગ

દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો આ મામલે ગ્રામજનો દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે

ભરૂચ: યશસ્વી રસાયણ કંપનીના બ્લાસ્ટના મામલામાં લખીગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, યોગ્ય વળતરની માંગ
New Update

ભરૂચના દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીના બ્લાસ્ટના બનાવમાં ચૂકવવામાં આવેલા વળતરમાં લખીગામના લોકોને અન્યાય થયાના આક્ષેપ સાથે તમામ અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની માંગ સાથે જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવી ગ્રામજનોએ ધરણા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચના દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો આ મામલે ગ્રામજનો દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ૦૩.૦૬.૨૦૨૦ ના રોજ યશસ્વી રસાયણ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેની અસર લખીગામ અને લુવારા બન્ને ગામો પર થઈ હતી અને એમાં ગામના અમુક મકાનને પણ નુકશાન થયું હતું.પરિસ્થિતી એટલી ભયાનક બની હતી કે જેના લીધે કલેક્ટર ભરૂચના આદેશ અનુસાર લખીગામને સંપૂર્ણ રીતે ખાલી કરી સલામત જગ્યાએ ગ્રામજનોનું સ્થળાતર કરવામાં આવ્યું હતું. જે બાદ NGT દ્વારા લખીગામના અસરગ્રસ્ત ગ્રામજનોને રૂ.25 - 25 હજાર વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.પરંતુ જ્યારે યશસ્વી રસાયણ કંપની દ્વારા લખીગામના ગ્રામજનોને વળતરની ચુકવણી કરવામાં આવી છે એમાં ગામના અમુક ગ્રામજનોને જ વળતળર આપવામાં આવ્યુ છે. જ્યારે મોટા ભાગના લોકોને વળતર આપવામાં આવ્યુ નથી જેથી વળતર ચુકવણીમાં લખીગામ ના ગ્રામજનો સાથે મોટા પ્રમાણ માં અન્યાય થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

#Bharuch #Gujarat #CGNews #blast #Petition #Collector #compensation #Lakhigam #Yashasvi Chemical Company
Here are a few more articles:
Read the Next Article