Connect Gujarat
ભરૂચ

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં ફાર્મસી ડેની ઉજવણી,સપ્તાહ દરમ્યાન યોજાયા વિવિધ કાર્યક્રમો

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં નેશનલ ફાર્મસી ડે નિમિત્તે NSS યુનિટ દ્વારા એક અઠવાડીયા સુધી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

X

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં નેશનલ ફાર્મસી ડે નિમિત્તે NSS યુનિટ દ્વારા એક અઠવાડીયા સુધી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં નેશનલ ફાર્મસી ડે નિમિત્તે NSS યુનિટે તારીખ ૧૯ સપ્ટેમ્બર થી ૨૫ સપ્ટેમ્બર સાત દિવસના સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બ્લડ ચેક અપ, થેલેસેમિયા અવેરનેસ, બ્લડ ડોનેશન કેમ્પ, ફર્સ્ટ એડ કીટનું વિતરણ, પોસ્ટર મેકીંગ સ્પર્ધા, ઈનોગ્રેશન એન્ડ ટોપ ઓન ઈકો ફ્રેન્ડલી સેનીટાઈઝેસન, વોટર અવેરનેસ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એપેક્ષ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. સબિસ્તા પટેલે ઈકોફ્રેન્ડલી સેનીટાઈઝેસન પર પોતાના મંતવ્યો અને અનુભવ રજુ કર્યા હતા. કોલેજ કેમ્પસમાં સેનેટરીપેડ મશીન પણ મૂકવામાં આવ્યા હતા.આ નિમિત્તે કોલેજના NSS અને WDC યુનિટ અને કાર્યક્રમમાં ભાગ લેનાર સ્ટાફગણ અને વિદ્યાર્થીઓને કોલેજના પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા

Next Story