New Update
/connect-gujarat/media/post_banners/8760e2bee7a8980151cb87b84bc4d573a8110b15719a0404ff4701472b67fd01.jpg)
ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયો ગ્રાફર એશો.દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 11 ટીમો ભાગ લઈ રહી છે
ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર, વિડિયોગ્રાફર માટે એકતા ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 6 વર્ષથી આ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવે છે. ટેનિસ બોલથી રમાનાર આ ક્રિકેટ ટુર્નામેંટમાં 11 જેટલી ટીમોએ ભાગ લીધો છે. ભરૂચના રેલ્વે ક્રિકેટ ગ્રાઉંડ ખાતે આ ટુર્નામેંટ રમાશે અને વિજેતાઓને ટ્રોફી અને ઇનામો એનાયત કરવામાં આવશે. ફોટોગ્રાફરો અને વિડીયો ગ્રાફરો વચ્ચે એક્તા વધે એ હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે