Connect Gujarat
ભરૂચ

ભરૂચ: 9 તાલુકામાં ૧૯૯ આવાસોનું PM નરેન્દ્ર મોદી હસ્તે કરવામાં આવ્યુ ઇ લોકાર્પણ

અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

X

ભરૂચ જિલ્લામાં અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર સમગ્ર રાજયના ૧૨૦૦૦ જેટલા આવાસોના ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લાભાર્થીઓ માટે બનાવેલ આવાસોના ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોના ઈ-લોકાર્પણ થયા હતા.જે અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગતના ૬૦ જેટલા લાભાર્થીઓને મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે અમૃત આવાસોત્સવ અંતર્ગત સાંકેતિક ચાવીનું વિતરણ કરાયુ હતું.જેનું જીવંત પ્રસારણ આગેવાનોએ નિહાળ્યુ હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર તુષાર સુમેરા,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા તેમજ અન્ય આગેવાનૂ ઉપસ્થિત રહ્યા હતા

Next Story