ભરૂચ : ઝઘડીયા GIDCમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતાં 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી...

ખાતેની જીઆઇડીસીમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતાં 3 ઇસમોને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : ઝઘડીયા GIDCમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતાં 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી...
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતાં 3 ઇસમોને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને સીપીઆઇ એસ.આર.ગાવીતની સુચના મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ બી.એસ.શેલાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, જીઆઇડીસીમાં કેટલાક અલગઅલગ ટ્રાન્સપોર્ટના ટેન્કરના ડ્રાઇવરો કેટલાક ટેન્કરમાં કંપની તરફથી લગાવેલ સીલ તોડીને વિવિધ પ્રકારના પ્રવાહી પ્લાસ્ટિકના કેરબામાં ભરે છે. પોલીસે આ સંદર્ભે તપાસ કરતા જીઆઇડીસીમાં આવેલ ઇવોનિક (હુબર) કંપની સામે આવેલ આરતી કંપનીના પાર્કિંગમાં ટેન્કરનું કંપનીનું સીલ તોડીને તેમાંથી એક ટેમ્પોમાં રાખેલ પ્લાસ્ટિકના બેરલોમાં ભરીને 830 કિલો જેટલું 98,770 રૂપિયાની કિંમતનું કેમિકલ સગેવગે કરતા 3 ઇસમોને ઝડપી લીધા હતા. જેમાં રાજસ્થાનના ટેન્કર અને ટેમ્પો સહિત કુલ 5,87,9010 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય એક ટેન્કર ચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. આ કેમિકલ ગાંધીધામ-કંડલા ખાતેથી ટેન્કરમાં ભરીને ઝઘડિયા જીઆઇડીસીની લેન્સેક્ષ ઇન્ડિયા નામની કંપનીમાં ખાલી કરવા લાવવામાં આવ્યું હતું. ઝઘડિયા જીઆઇડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #police #arrested #stealing #GIDC #tanker #3 people #chemicals
Here are a few more articles:
Read the Next Article