ભરૂચ : જંબુસરના એક ગામમાં પરિણીતાની છેડતી કરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 2 દિવસમાં છેડતીની બીજી ઘટના પ્રકાશમાં આવી છે

New Update
ભરૂચ : જંબુસરના એક ગામમાં પરિણીતાની છેડતી કરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 2 દિવસમાં છેડતીની બીજી ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે કાવી પોલીસ દ્વારા એક આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં છેડતીની એકબાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા 2 યુવતીઓને ડ્રગ્સ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેની શ્યાહી હજુ સુકાઈ નથી. તેવામાં 2 દિવસ પહેલા પત્રકારની ઓળખ આપી 2 નબીરાઓએ જંબુસર તાલુકાના જ એક ગામે ઘરમાં ઘૂસી યુવતીની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં પોલીસે બન્ને આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લઈ જેલ હવાલે કર્યા હતા. તેવી જ વધુ એક ઘટનાથી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકાના એક ગામે સાંજના સમયે ગામની 52 વર્ષીય પરિણીતા દૂધ ડેરીમાં દૂધ ભરવા જઈ રહી હતી, ત્યારે અંધકારનો લાભ લઇ આરોપીએ ભોગ બનનારને હાથ પકડી ઘર તરફ લઇ જવાનો પ્રયત્ન કર્યો હોવાનું પીડિતાએ જણાવ્યું હતું. પીડિતાએ બુમાબુમ કરતા આરોપીએ આવેશમાં આવી પીડિતા અને પીડિતાના પરિવારને બિભત્સ ગાળો આપી ધારિયું લઇ પીડિતાના ઘરે મારવા ધસી ગયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પીડિતાએ કાવી પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ આપવીતી દર્શાવી હતી. જેને લઈ કાવી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીરે તાબડતોડ દોડી જઈ હવસખોર આરોપીની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કર્યો હતો. પોલીસે આરોપી સામે IPCની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસને વધુ વેગ આપ્યો છે.

Latest Stories