/connect-gujarat/media/post_banners/e3dbbd0d5ec43d468ef23e9346f4b1a98beb30e47d2f4fbf1319e0a352e9b2a5.webp)
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે પીરામણ નાકા ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ બેટરી સાથે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પીરામણ નાકા ચાર રસ્તા પાસે એક ઇસમ જૂની બેટરી થેલામાં ભરી વેચાણ કરવાના ઈરાદે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બે બેટરીઓ સાથે એક ઈસમને અટકાવી મુદ્દામાલ અંગે પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે ફૂટપાથ ઉપર રહેતો જશવંત અનોપ બામણીયાની શંકાસ્પદ હાલતમાં ધરપકડી કરી બે બેટરી મળી કુલ ૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.