/connect-gujarat/media/post_banners/388e19619df9903c6bd2ee59ce72c485246e812c86fdc50bbccefd53b33af2e3.jpg)
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે નર્મદામૈયા બ્રિજ ઉપરથી પુરઝડપે પસાર થયેલ ખાનગી લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તેને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના કિશોરભાઈ નનુભાઈ અને સ્ટાફ પોલીસ મથક ખાતે હાજર હતો તે દરમિયાન એક વિડીઓ વાયરલ થયેલ થયેલ જે વાયરલ વિડીયોમાં પાછળ ગુરુકૃપા લખેલ ખાનગી લક્ઝરી બસ નંબર-જી.જે.૧૪.વી.૭૭૩૩નો ચાલક નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી પોલીસે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી ગણતરીના દિવસોમાં ખાનગી બસ ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.