ભરૂચ: પોલીસે ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને છેતરપિંડી કરતા આરોપીઓની કરી ધરપકડ, 6 આરોપીઓ ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક SP ડો . લીના પાટીલ દ્વારા ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા સૂચના આપી હતી.

New Update
ભરૂચ: પોલીસે ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને છેતરપિંડી કરતા આરોપીઓની કરી ધરપકડ, 6 આરોપીઓ ઝડપાયા

ભરૂચ સાયબર ક્રાઇમે ભારત દેશના કુલ 16 રાજ્યમાં ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઇટ , ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 6 આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisment

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક SP ડો . લીના પાટીલ દ્વારા ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા સૂચના આપી હતી. ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર PI બી.એલ.મહેરીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચા રીટર્નની સ્કીમમાં ઠગાઈનો ગુનો નોંધાયો હતો.રેકેટમાં ભરૂચના ભોગ બનનાર ફરીયાદીના વોટ્સએપ નંબર ઉપર એસ્લી નામની વ્યક્તિએ સંપર્ક કર્યો હતો. ગોલ્ડમાં ટ્રેડીંગ કરવા માટે વાતચીત કરી શરૂઆતમાં કરેલ ટ્રેડીંગમાં વધુ રીટર્ન આપી જે બાદ 40 % જેટલુ રીટર્ન આપવાની લોભામણી લાલચ આપી હતી.વિશ્વાસમાં લઇ ડમી વેબસાઇટ બનાવી તેમાં લોગીન કરાવી અલગ અલગ સમયે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ રૂપિયા 37 લાખ 61 હજાર ભરાવી ડમી વેબસાઇટ તથા વોટ્સએપ મોબાઇલ નંબરો બંધ કરી છેતરપીંડી કરી હતી. ભરૂચ સાયબર ક્રાઇમે ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન રીસોર્સ તથા બેંક એકાઉન્ટોની માહિતી મેળવી હતી. આ ગુનામાં બેંક એકાઉન્ટ ઓપન કરનાર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા સિમકાર્ડ એકટીવ કરતા ઇસમોને સુરત ખાતેથી ધરપકડ કરાય છે. આરોપીઓ દ્વારા ખોલાવેલ બેંક એકાઉન્ટ થકી ભારતના 16 રાજ્યોમા છેતરપીંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Advertisment