ભરૂચ: અંકલેશ્વરના માંડવા ગામ નજીકથી મોંઘાદાટ નળના શંકાસ્પદ જથ્થા સાથે પોલીસે એક આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકા પોલીસે ઉછાલીથી માંડવા ગામ જવાના અંતરિયાળ માર્ગથી શંકાસ્પદ નળના જથ્થા સાથે એક સીમને ઝડપી પાડી 1.02 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

New Update

Advertisment

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોટર સાયકલ નંબર-જી.જે 16 ડી.ઇ.9175 લઈ એક ઇસમ ધાતુના નળ વેચવા માંડવા તરફ જનાર છે જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે ઉછાલી ગામથી માંડવા ગામ તરફ જતા અંતરિયાળ માર્ગ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી બાઈક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેની પાસેથી 15 જેટલા નળ મળી આવ્યા હતા. પોલીસે બાઈક સવારની નળ અંગે પૂછપરછ કરતા તેણે આનાકાની કરી હતી પોલીસે મૂળ પાટણ અને હાલ અંકલેશ્વરના નવા કાંસીયા ગામના ટેકરી ફળિયામાં રહેતા ઉમેશ બગડીયાને ઝડપી પાડ્યો હતો.પોલીસે 15 નંગ નળ અને 50 હજારની મોટરસાયકલ તેમજ રોકડા મળી કુલ 1.02 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisment
Latest Stories