ભરૂચ: લુવારા ગામે જુગાર રમતા સાત જુગારીઓની પોલીસે કરી ધરપકડ

ભરુચ તાલુકાનાં લુવારા ગામની નવી નગરી સામે બીડમાં જુગાર રમતા સાત જુગારીયાઓને 33 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

ભરૂચ: લુવારા ગામે જુગાર રમતા સાત જુગારીઓની પોલીસે કરી ધરપકડ
New Update

ભરુચ તાલુકાનાં લુવારા ગામની નવી નગરી સામે બીડમાં જુગાર રમતા સાત જુગારીયાઓને 33 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા આપેલ સુચના સૂચનાને આધારે ડી.વાય.એસ.પી સી.કે.પટેલ અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.બારીયાનાના માર્ગ દર્શન હેઠળ નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ કે.એમ.ચૌઘરી સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે લુવારા ગામની નવીનગરી સામે બીડમાં જુગાર રમાઈ રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 10 હજાર અને ચાર મોબાઈલ ફોન મળી કુલ 33 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને લુવારા ગામમાં રહેતો જુગારી મહેશ ભગવતીભાઈ વસાવા,કિરીટ વસાવા,કિશન વસાવા અને યોગેશ વસાવા,હસમુખ વસાવા તેમજ અક્ષય વસાવા,જગદીશ વસાવાને ઝડપી પાડ્યો હતો.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #police #arrested #gambling #Luwara village #Gamblers
Here are a few more articles:
Read the Next Article