ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ભારત દેશના કુલ ૧૫ રાજ્યમાં ગોલ્ડ ટ્રેડિંગમાં વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઇટ, ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ કરી બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે..
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ ના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભરૂચમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલ સોનાના ટ્રેડિંગમાં વધુ રિટર્ન મેળવવાની લાલચ આપી રૂ.૩૭ લાખની ફ્રોડના ગુનાની તપાસમાં સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન રીસોર્સ તથા બેંક એકાઉન્ટોની માહિતી મેળવી એનાલીસીસ કરી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બેંક એકાઉન્ટ ઓપન કરનાર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા સિમકાર્ડ એકટીવ કરતા ઇસમોને સુરત ખાતેથી ધરપકડ કરી છે.
આ આરોપીઓ દ્વારા મજૂરોને લોન અપાવવાની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી તેનાથી લોન ઇચ્છુક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલ્યા બાદ તેઓ પાસેથી બેંકની કીટ જેમાં એ.ટી.એમ. કાર્ડ, ચેક બુક, પાસબુક વિગેરે મેળવી લઇ બેંક એકાઉન્ટની માહીતીની PDF ફાઇલ બનાવી દુબઇ ખાતે મોકલી આપતા હતા. આરોપીઓ પોલીસ પકડથી દુર રહેવા માટે ડમી સીમકાર્ડ પ્રી-એક્ટીવનો જથ્થો મેળવી અમુક નંબરો પોતે રાખી વારંવાર બદલતા રહેતા તથા અમુક નંબરોનો જથ્થો દુબઇ ખાતે મોકલી આપતા.ભારતના ૧૫ રાજ્યોમાં છેતરપીંડી કરેલ હોવાનું જેમાં સાયબર ક્રાઇમની ફરીયાદ માટે કાર્યરત કરવામાં આવેલ ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ NCRP (૧૯૩૦) પોર્ટલ ઉપર સર્ચ કરતા કુલ -૮૬ તેમજ અન્ય ૧૦ મળી કુલ – ૯૬ ફરીયાદ હોવાનું બહાર આવવા સાથે જુદા જુદા બેંક એકાઉન્ટ માંથી રૂ.32 કરોડના વ્યવહાર પણ બહાર આવ્યા છે..