Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પોલીસે વ્યાજખોરો પર બોલાવી તવાઈ, સાત વ્યાજખોરો સામે ગુનો દાખલ કરાયો

ગેરકાયદેસર ઉંચા વ્યાજના દરે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી સાત પૈકી પાંચ ઈસમોને ઝડપી પાડી બળજબરીથી લીધેલ કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

X

ભરૂચ જીલ્લા પોલીસે ગેરકાયદેસર ઉંચા વ્યાજના દરે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી સાત પૈકી પાંચ ઈસમોને ઝડપી પાડી બળજબરીથી લીધેલ કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગૃહ વિભાગ અને ડીજી કચેરી દ્વારા ગેરકાયદેસર ઉંચા વ્યાજના દરે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સુચનાને પગલે ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે ઝુંબેશ હેઠળ ભરૂચ સી ડીવીઝન પોલીસ મથક ખાતે ત્રણ ગુના અને અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે એક મળી કુલ ચાર ગુના વ્યાજખોરો સામે નોંધાવવા પામ્યા છે.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે સાત વ્યાજખોરો પૈકી પાંચ વ્યાજખોરોને ઝડપી પાડ્યા હતા પોલીસે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ આકાંક્ષા નગરીમાં રહેતો સતીશ ઉર્ફે શનિ દિનેશ ટેલર,રમેશ હરકિશન મોદી,સુરેશ ભીખા પરમાર,દિલીપ સોમચંદ્ર જાદવ,દેવાંગ ઉર્ફે દેવ ચંદ્રકાંત મહેતા તેમજ અંકલેશ્વરના સંદીપ ભરત કાયસ્થને ઝડપી પાડ્યો હતો.અને વ્યાજના બદલામાં બળજબરીથી લઈ લેવામાં વરના ગાડી અને હિસાબની ડાયરી કબજે કરી હતી આ અંગે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલએ પત્રકાર પરિષદ યોજી હતી અને વ્યાજખોરો સામે જજુમતા લોકો આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરી છે અને પોલીસ ચોક્કસ કડક રહે કાર્યવાહી કરશે તેવી ખાતરી જીલ્લા પોલીસ વડાએ આપી છે.

Next Story