Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પોલીસની વ્યાજખોરો સામે ઝુંબેશ સામે સવાલ, વ્યાજખોર અને બુટલેગરે 4 યુવાનો પર ચપ્પુ વડે કર્યો હુમલો..

હુમલાખોર સિદ્ધાર્થ ઉમેશ પટેલ,અન્નુ દિવાન સહિત કુલ ચારથી વધુ લોકો સામે હત્યાના પ્રયાસ અંગે સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...

ભરૂચ: પોલીસની વ્યાજખોરો સામે ઝુંબેશ સામે સવાલ, વ્યાજખોર અને બુટલેગરે 4 યુવાનો પર ચપ્પુ વડે કર્યો હુમલો..
X

ભરૂચની આશ્રય સોસાયટી નજીક ચાની દુકાન ઉપર વ્યાજખોર અને કુખ્યાત બુટલેગરે રૂપિયા ૫૫૦૦નો હપ્તો લેવા બાબતે બોલાચાલી કર્યા બાદ અન્યોને બોલાવી ચપ્પુ જેવા મારક હથિયારો સાથે હુમલો કરતા ત્રણ લોકોને ઇજા થઈ હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી નરેશ નટવર વસાવાએ નોંધાવેલ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે મારી દુકાનની બાજુમાં ચાની દુકાન આવેલી છે દુકાન ચલાવનાર સુરજ રાજપુત પાસે સિદ્ધાર્થ ઉમેશ પટેલ નામનો વ્યક્તિ વ્યાજના રૂપિયા ૫૫૦૦નો હપ્તો લેવા આવ્યો હતો પરંતુ દુકાનદાર પાસે રોકડા રૂપિયા ન હોવાના કારણે તેણે ગૂગલ પેથી આપવાની વાત કરી હતી..

પરંતુ રોકડા જ જોઈએ છે તેવી જીદે વ્યાજખોર સિદ્ધાર્થ પટેલ ચડ્યો હતો અને દુકાનદારે કહ્યું સવારે રોકડા રૂપિયા આપી દઈશ અને ત્યારબાદ ચા ના દુકાનદાર અને સિદ્ધાર્થ પટેલ વચ્ચે બોલાચાલી બાદ મારા મારી થઈ હતી તે દરમિયાન સિદ્ધાર્થ પટેલે તેના અન્ય સાગરીતોને ફોન કરી કારમાં હથિયારો સાથે સ્થળ ઉપર બોલાવ્યા હતા અને દુકાનદારો કઈ બોલે તે પહેલા જ ચાના દુકાન ધારક અને ફરિયાદી પર હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોના નિવેદનના આધારે પોલીસે હુમલાખોર સિદ્ધાર્થ ઉમેશ પટેલ,અન્નુ દિવાન સહિત કુલ ચારથી વધુ લોકો સામે હત્યાના પ્રયાસ અંગે સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...

Next Story